ભારતે ત્રીજી T20માં સાઉથ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 107 રન અને અભિષેક શર્માએ 50 રન બનાવ્યા હતા.
220 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. ટીમ તરફથી માર્કો યાન્સેને 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે 54 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. ચોથી T-20 સિરીઝમાં ભારત હવે 2-1થી આગળ છે. જોહનિસબર્ગમાં શુક્રવારે છેલ્લી મેચ રમાશે.