ચોથી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 135 રનના વિશાળ અંતરથી હરાવ્યું, સંજુ- તિલક વર્માની સદી !

ચોથી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 135 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. T-20માં સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી હાર છે ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારી

New Update
20241116_083502
Advertisment
ચોથી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 135 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. T-20માં સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી હાર છે. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારીને સ્કોર 283 રન સુધી પહોંચાડ્યો હતો. આ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T20નો સર્વોચ્ચ સ્કોર પણ હતો.
મોટા ટાર્ગેટની સામે હોમ ટીમ 18.2 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 43 રન, ડેવિડ મિલરે 36 રન અને માર્કો યાન્સેને 29 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ ઝડપી હતી. ચોથી T20 જીતીને ભારતે સિરીઝ પણ 3-1થી જીતી લીધી હતી.
Advertisment
Latest Stories