ભારતે બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું

સ્પોર્ટ્સ | સમાચાર ,ભારતે બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ પહેલા શનિવારે ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું

New Update
Zimbabwe

ભારતે બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ પહેલા શનિવારે ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. જો કે, રવિવારે ભારતીય ટીમે યજમાન ટીમ સામે અગાઉની હારનો બદલો લઈ લીધો હતો.

હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં બે વિકેટે 234 રન બનાવ્યા હતા. આ મેદાન પર ઝિમ્બાબ્વે સામે કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ સર્વોચ્ચ સ્કોર છે. 2018માં ઓસ્ટ્રેલિયાએ 229/2નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે 18.4 ઓવરમાં 10 વિકેટે 134 રન જ બનાવી શકી હતી.

આ મેચમાં ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. મુકેશ કુમારે કાયાને પહેલી જ ઓવરમાં બોલ્ડ કરી દીધો હતો. તે માત્ર ચાર રન બનાવી શક્યો હતો. આ પછી મધવેરે (43) અને બેનેટ (26)એ ઇનિંગને સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 15 બોલમાં 36 રનની ભાગીદારી થઈ હતી. ત્રીજી ઓવરમાં મુકેશ કુમારે ફરી એકવાર પોતાની વિસ્ફોટક બોલિંગનું પ્રદર્શન કર્યું અને બેનેટને બોલ્ડ કર્યો. તે નવ બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી આવેશ ખાને ઇનિંગ્સની ચોથી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આવશે માયર્સ (0) અને રઝા (4)ને આઉટ કર્યા હતા. આ મેચમાં કેમ્પબેલે 10, મદાન્દેએ શૂન્ય, મસાકાદઝાએ એક, જોંગવેએ 33, મુઝારાબાનીએ બે અને ચતારાએ (અણનમ) શૂન્ય રન બનાવ્યા હતા. ભારત તરફથી મુકેશ અને આવશે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈને બે અને સુંદરને એક વિકેટ મળી હતી.

 

Latest Stories