Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 8મી વાર કચડ્યું, રોહિત શર્માની મેચ વિનિંગ ઇનિંગ

વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 8મી વાર કચડ્યું, રોહિત શર્માની મેચ વિનિંગ ઇનિંગ
X

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને એકતરફી હાર આપી છે. ભારતે કટ્ટરહરિફ પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતને મળેલા 192 રનના ટાર્ગેટને ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 86 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ જ્યારે હસન અલીને 1 વિકેટ મળી હતી.

ભારતની વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ સતત આઠમી જીત છે. અગાઉ સાત વખત પણ ભારતને પાકિસ્તાન સામે એકતરફ જીત મળી છે. આ જીત સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે.

Next Story