ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2023 શરૂ થઈ ગઈ છે. આ સાથે પેરા ગેમ્સમાં પણ ભારતનો દબદબો શરૂ થઈ ગયો છે. આ મેગા ઈવેન્ટમાં કુલ 309 ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાંથી 196 પુરૂષો અને 113 મહિલા છે. એશિયન પેરા ગેમ્સમાં પુરૂષોની ઊંચી કૂદમાં ભારતે અજાયબીઓ કરી હતી. આ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીત્યા હતા. શૈલેષ કુમારે ગોલ્ડ, મરિયપ્પન થાંગાવેલુએ સિલ્વર અને રામ સિંહ પઢિયારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
કુમારે એશિયન પેરા ગેમ્સનો 1.82 મીટરનો રેકોર્ડ બનાવ્યો અને પુરુષોની ઊંચી કૂદ T63 ગોલ્ડ જીત્યો જ્યારે દેશબંધુ મરિયપ્પન થાંગાવેલુ (1.80 મીટર) અને ગોવિંદભાઈ રામસિંગભાઈ પઢિયારે (1.78 મીટર) અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો.
પુરુષોની ક્લબ થ્રો F51 ઇવેન્ટમાં, સૂરમાએ એશિયન પેરા ગેમ્સનો 30.01 મીટરનો રેકોર્ડ પણ બનાવ્યો અને ગોલ્ડ જીત્યો જ્યારે ધરમબીર (28.76 મીટર) અને અમિત કુમાર (26.93 મીટર) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા.