New Update
/connect-gujarat/media/post_banners/d807057895efc2b0509d12adcb314cd10b470ddefc8664d25f3c9b0b0578204d.webp)
ભારતના ઓડિશામાં હોકી વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે. આજે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમવા ઉતરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે સ્પેનની ટીમ હતી. તો બીજી તરફ, ભારતે આ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું.
ભારત માટે સ્થાનિક ખેલાડી અમિત રોહિદાસે ગોલ કર્યો હતો. આ ઉપરાંત હાર્દિક સિંહે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમ પૂલ-ડીમાં છે. ભારત અને સ્પેન ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ આ પૂલમાં છે
આ પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ભારત અને સ્પેન વચ્ચેની મેચ જોવા માટે મેદાન પર પહોંચ્યા હતા. આ સિવાય ઓડિશાના મુખ્યમંત્રીએ રાષ્ટ્રગીતમાં પણ ભાગ લીધો હતો.