Connect Gujarat
સ્પોર્ટ્સ

India vs Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં રમાશે

India vs Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં રમાશે
X

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ રમાશે. બન્ને ટીમો આજે બપોરે ફરી એકવાર આમને સામને ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ બાદ વનડે સીરીઝ રમાઇ રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે 2-1થી સીરીઝ પર કબજો જમાવ્યો હતો. હવે વનડે સીરીઝમાં પણ ભારતીય ટીમે પ્રથમ વનડેમાં જીત સાથે સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને 5 વિકેટથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. બન્ને ટીમો આજે બીજી વનડે રમવા માટે વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં ટકરાશે. આજની મેચ જીતી ભારત સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે, તો કાંગારુ ટીમ આજની મેચમાં જીતી સાથે સીરીઝને જીવંત રાખવા પ્રયાસ કરશે. બન્ને ટીમો માટે આજની વનડે ખુબ જ મહત્વની છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડેમાં રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાના હાથોમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી, આ મેચમાં હાર્દિકે શાનદાર કેપ્ટનશીપ કરતાં ટીમને જીત અપાવી હતી, હવે આજની બીજી વનડેમાં રોહિત શર્માની વાપસીથી ફરી એકવાર ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે.

પ્રથમ વનડેની વાત કરીએ તો, ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ લેવાનોં ફેંસલો કર્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરતાં 189 રનોનો ટાર્ગેટ જીત માટે આપ્યો હતો, જેને ટીમ ઇન્ડિયાએ કેએલ રાહુલની શાનદાર લડાયક ઇનિંગના સહારે જીત લીધી હતી.

Next Story