ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની મળી ધમકી

ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક

New Update
ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે  સુકમાના શહીદ જવાનોના પરિવારના બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો

ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. તેમણે પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી.

Advertisment

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરને ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી હતી. ઇમેલમાં ફક્ત ત્રણ શબ્દો લખ્યા હતા- -I kill You.  ગંભીરે તરત જ પોલીસને આ ઇમેઇલ વિશે જાણ કરી અને સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા જોઈને દિલ્હી પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈમેલ મોકલનારની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સાયબર સેલ ટીમ ઇમેલને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે અને ટેકનિકલ વિશ્લેષણ દ્ધારા આ બાબતની સઘન તપાસ કરી રહી છે. આ ઇમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી.

દરમિયાન ગૌતમ ગંભીરના કાર્યાલયે માહિતી આપી હતી કે ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે, તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે FIR નોંધવાની ફરિયાદ કરી. આ સાથે તેમણે પોતાના પરિવારની સુરક્ષા વધારવાની પણ માંગ કરી છે.

Advertisment
Latest Stories