/connect-gujarat/media/post_banners/2802d23c574ba45007cac51bdd60f344f61f55aa8bc8001679a45c71373b1755.webp)
ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ વર્લ્ડ કપ 2023 વચ્ચે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. શ્રીવત્સ ગોસ્વામીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા ગોસ્વામી વિરાટ કોહલીની કપ્તાની હેઠળ 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા.
ગોસ્વામીએ X પર લખ્યું, 'હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. ક્રિકેટના મેદાન પર આ એક અદ્ભુત સફર રહી છે અને આ પ્રવાસ પૂર્ણ થવાની જાહેરાત કરવાનો આ યોગ્ય સમય છે. હું શક્ય તેટલા લાંબા સમય સુધી આ સુંદર રમત રમવા માટે અને IPL ફ્રેન્ચાઇઝી સહિત ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કરવા બદલ સન્માન અનુભવું છું. હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, બંગાળ ક્રિકેટ, બીસીસીઆઈ અને મને ટેકો આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું મારા પરિવારનો આભારી છું કે જેઓ મારા પ્રવાસ દરમિયાન એક મજબૂત સ્તંભની જેમ મારી પડખે ઊભા રહ્યા