ભારતની નિશાનેબાજ મનુ ભાકરે રચ્યો ઇતિહાસ,ભારતને શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો

ભારતની યુવાન નિશાનબાજ મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સમાં ત્રીજા સ્થાને આવતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ભારત માટે ઑલિમ્પિક્સના શૂટિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે.

New Update
MANU BHAKARE

ભારતની યુવાન નિશાનબાજ મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સમાં ત્રીજા સ્થાને આવતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ભારત માટે ઑલિમ્પિક્સના શૂટિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે.

મનુ ભાકર ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગની હરીફાઈમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. મનુ ભાકર છેલ્લા રાઉન્ડમાં 0.1 પોઇન્ટ માટે સિલ્વર મેડલ ચૂકી ગઈ હતી.

પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ પણ મનુના હાથે મળ્યો છે. એ સાથે, ભારતનું નામ મેડલ-વિજેતા દેશોની યાદીમાં આવી ગયું છે. તે શનિવારે જ 10 મીટર એર પિસ્તોલની હરીફાઈમાં ફાઇનલમાં પહોંચી હતી અને રવિવારે ફાઇનલમાં તેણે હરીફોને ખૂબ ટક્કર આપી હતી.

મનુ ભાકરે કુલ મળીને 221.7 શોટ્સ સાથે થર્ડ-બેસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.જે ત્રીજા નંબર પર હતો. સાઉથ કોરિયાની જિન યે ઓહ (243.2) પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ અને સાઉથ કોરિયાની જ યેજી કિમ (241.3) બીજા સ્થાને રહેતા સિલ્વર મેડલ જીતી હતી.

2021ની ટોક્યો ઓલિમ્પિક્સમાં મનુ ભાકર ત્રણ ઇવેન્ટની ફાઇનલમાં નહોતી પહોંચી શકી. હરિયાણાની મનુ ભાકરે 2017માં ઇન્ટરનેશનલ શૂટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.

Latest Stories