પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરોનો જલવો યથાવત, મળ્યો વધુ એક મેડલ

Featured | સ્પોર્ટ્સ | દેશ, પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરોનો જલવો યથાવત છે. અવની લેખરા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી

medal
New Update

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરોનો જલવો યથાવત છે. અવની લેખરા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી છે. મનીષ નરવાલે સિલ્વર મેડલ કબજે કર્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1માં સિલ્વર મેડલ જીત્યો હતો. અત્યાર સુધીમાં ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 4 મેડલ જીત્યા છે. આ પહેલા ભારતીય પેરા શૂટર અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. આ સિવાય પ્રીતિ પાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.   

મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આ શૂટરે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH-1 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ હવે તેણે પેરિસ પેરાલિમ્પિકમાં પણ પોતાના આ કારનામાનું પુનરાવર્તન કર્યું છે.

મનીષ નરવાલે કુલ 234.9 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે દક્ષિણ કોરિયાના જોં જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનના શૂટર યાંગ ચાઓ 214.3 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. 

 

#Indian #Paris #medal #Shooters #Paralympics #continue
Here are a few more articles:
Read the Next Article