થોડા દિવસો પહેલા પાકિસ્તાની ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પોતાનો સામાન જાતે જ લઈ રહ્યા હતા. હવે BCCI દ્વારા સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માથા પર સામાનની ટ્રોલી લઈને દોડતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકા પહોંચતા જ આવું કેમ કરવું પડ્યું. બુધવારે સવારે ભારતીય ખેલાડીઓ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને સહાયક સ્ટાફ સાથે દક્ષિણ આફ્રિકાના ડરબન પહોંચ્યા હતા. બીસીસીઆઈએ આ સમગ્ર પ્રવાસનો વીડિયો પણ શેર કર્યો છે. ભારતની ફ્લાઈટ લેન્ડ થતાં જ વરસાદ શરૂ થઈ ગયો. આવી સ્થિતિમાં વરસાદથી બચવા માટે ખેલાડીઓ માથા પર ટ્રોલી લઈને દોડતા જોવા મળ્યા હતા.
ડરબન પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના કર્મચારીઓ એન્ટ્રી પર ઉભા રહીને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશને તાળીઓ પાડીને અભિવાદન સ્વીકાર્યું. ભારતીય ટીમ ટૂંક સમયમાં ટ્રેનિંગ સેશન શરૂ કરશે.