/connect-gujarat/media/post_banners/b61a74e8a4e262297abd45ebd2b96e11cf1d8b6b75544ad1035f45d4adae8def.webp)
ભારતની મહિલા ક્રિકેટ ટીમે T20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. સુપર ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 16 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાના અને રિચા ઘોષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ રેણુકા સિંહને સુપર ઓવરમાં બોલિંગ કરવાની તક આપી હતી. તેણે જવાબદારી સારી રીતે નિભાવી.
ભારતે બીજી T20 જીતીને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતી હતી. સુપર ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મૃતિએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. અને રિચાએ પણ સિક્સર ફટકારી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 1 વિકેટ ગુમાવીને 16 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે સુપર ઓવરમાં રોમાંચક વિજય નોંધાવ્યો હતો.