ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામે પ્રથમ T20 મેચ હારી

સ્પોર્ટ્સ | સમાચાર,સાઉથ આફ્રિકાને ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં એકતરફી હરાવ્યા બાદ ભારતીય મહિલા ટીમને પ્રથમ T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં

New Update
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

સાઉથ આફ્રિકાને ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં એકતરફી હરાવ્યા બાદ ભારતીય મહિલા ટીમને પ્રથમ T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં શુક્રવારે રાત્રે સાઉથ આફ્રિકાએ 12 રને જીત મેળવી હતી.સાઉથ આફ્રિકા તરફથી ઓપનર તાજમીન બ્રિટ્ઝે 81, મેરિજન કેપે 57 અને કેપ્ટન લૌરા વોલવર્ટે 33 રન બનાવ્યા હતા.

ટોપ ઓર્ડરે ટીમનો સ્કોર 189 સુધી પહોંચાડ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 4 વિકેટ ગુમાવીને 177 રન જ બનાવી શકી હતી. સદી ચૂકી ગયેલો બ્રિટ્ઝ પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. શ્રેણીની બીજી T20 મેચ 7 જુલાઈએ ચેન્નઈમાં સાંજે 7 વાગ્યે રમાશે.પ્રથમ T20 જીતીને સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી મેચ 7મી જુલાઈએ અને ત્રીજી મેચ 9મી જુલાઈએ ચેન્નાઈમાં જ રમાશે. T20 શ્રેણી પહેલા ભારતે વન-ડે શ્રેણી 3-0થી જીતી હતી. તેમજ ભારતે એકમાત્ર ટેસ્ટ 10 વિકેટે જીતી હતી.

Latest Stories