Connect Gujarat
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ સામે T20 સીરીઝમાં ભારતની 2-1થી હાર, બેટરોએ કર્યા નિરાશ

એક મહિના પહેલા ઇંગ્લેન્ડની જ ધરતી પર કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીતનાર ભારતીય ટીમ હવે ઇંગ્લેન્ડમાં જ હારી ગઈ છે.

ઈંગ્લેન્ડ સામે T20 સીરીઝમાં ભારતની 2-1થી હાર, બેટરોએ કર્યા નિરાશ
X

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પ્રદર્શનમાં સ્થિરતાને લઇને મોટેભાગે અવાજો ઉઠતા રહે છે. આવું જ એકવાર ફરિ જોવા મળ્યું. એક મહિના પહેલા ઇંગ્લેન્ડની જ ધરતી પર કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીતનાર ભારતીય ટીમ હવે ઇંગ્લેન્ડમાં જ હારી ગઈ છે.

ટીમના બેટરોએ તરાન મેચોની આખી સીરીઝમાં લગભગ નિરાશ કર્યા છે. ત્રીજા મુકાબલામાં સીરીઝ 1-1 પર હતી. અ મહત્વના મુકાબલામાં બેટર્સ ખાસ કમાલ n કરી શક્યા અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 122 રન જ બનાવી શક્યા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 18.2 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી આ લખ્ય પ્રાપ્ત કરી લીધું. ઇંગ્લેન્ડની ટીમે આ મેચ તો જીતી જ લીધી પણ સાથે જ 2-1થી સીરીઝ પણ પોતાને નામ કરી. સીરીઝની પહેલી જ મેચમાં ભારતીય ટીમ તરફથી નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું, જ્યારે બીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને માત આપી હતી.

Next Story