પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની આજથી શરૂઆત, 117 સભ્યોની ભારતીય ટુકડી ગેમ્સમાં લેશે ભાગ

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની શરૂઆત ગુરુવાર, 25 જુલાઈથી થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જૂલાઇના રોજ યોજાશે

New Update
પેરિસ

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની શરૂઆત ગુરુવાર, 25 જુલાઈથી થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જૂલાઇના રોજ યોજાશે પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલા (25 જુલાઈ) શરૂ કરશે. આ વખતે 117 સભ્યોની ભારતીય ટુકડી ગેમ્સમાં ભાગ લેશે. ભારતની શરૂઆત તીરંદાજીથી થશે. જો કે, તીરંદાજીમાં ભારતને અત્યાર સુધી કોઈ મેડલ મળ્યો નથી. તીરંદાજોનો ટાર્ગેટ પહેલા દિવસે ભારત માટે પહેલો મેડલ મેળવવાનો રહેશે. તો ચાલો જાણીએ કે પહેલા દિવસે ભારતનું શિડ્યૂલ કેવું રહેશે.

પ્રથમ દિવસે તીરંદાજીમાં ભારતનું શિડ્યૂલ

મહિલા: મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ બપોરે 1 વાગ્યાથી યોજાશે. મહિલાઓમાં દીપિકા કુમારી, અંકિતા ભગત અને ભજન કૌર ભાગ લઈ રહી છે.

પુરૂષો: પછી સાંજે 5:45 કલાકે મેન્સ વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ થશે. પુરુષોમાં બી ધીરજ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવ ભાગ લઈ રહ્યા છે.

 

#પેરિસ ઓલિમ્પિક્સ
Latest Stories