Connect Gujarat
સ્પોર્ટ્સ

INDvsBAN 2nd ODI : બાંગ્લાદેશે ભારતને 5 રનથી હરાવી સિરીઝ કબ્જે કરી

બીજી વનડેમાં બાંગ્લાદેશે ભારતને 5 રનથી હરાવીને 3 મેચની સિરિઝમાં 2-0થી બઢત બનાવીને સિરિઝ જીતી લીધી

INDvsBAN 2nd ODI : બાંગ્લાદેશે ભારતને 5 રનથી હરાવી સિરીઝ કબ્જે કરી
X

ત્રણ વનડે સિરિઝમાં ભારતે કંગાળ દેખાવ કર્યો છે. બીજી વનડેમાં બાંગ્લાદેશે ભારતને 5 રનથી હરાવીને 3 મેચની સિરિઝમાં 2-0થી બઢત બનાવીને સિરિઝ જીતી લીધી છે.

બાંગ્લાદેશે મીરપુર વનડેમાં ટીમ ઇન્ડિયાને 5 રને હરાવીને 3 મેચોની વનડે સીરીઝ પર કબજો કરી લીધો છે. બુધવારે રમાયેલી બીજી મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરીને 271 રન બનાવ્યાં હતા. બાંગ્લાદેશના મેહદી હસને શાનદાર સદી ફટકારીને ટીમનો સ્કોર સન્માનજક સ્તરે પહોંચાડ્યો હોતો. 272 રન કરવા માટે ઉતરેલી ટીમ ઈન્ડીયા છેલ્લા બોલ પર પહોંચ્યા બાદ પણ 266 રન જ બનાવી શકી હતી અને આખરે 5 રને હારી ગઈ હતી.

કેપ્ટન રોહિત શર્માએ છેલ્લે સુધી ટીમ ઈન્ડિયા માટે લડત આપી હતી. રોહિત હાથની ઈજાના કારણે ઓપનિંગ કરવા આવ્યો નહતો, પણ તે નવમાં નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને હાથમાં પટ્ટી બાંધીને બેટિંગ કરી હતી. રોહિત શર્માએ 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

ટીમ ઈન્ડિયા માટે આ હાર ચોંકાવનારી છે, કારણ કે આ સતત બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશમાં વન ડે શ્રેણી હારી છે. આ પહેલા 2015માં ટીમ ઈન્ડિયા 3 મેચની દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે બાંગ્લાદેશ પહોંચી હતી, જ્યાં બાંગ્લાદેશે તેને 2-1થી હરાવ્યું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ ભારતે બે વન ડે શ્રેણી જીતી છે.

Next Story