IPL-2023 ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયા અને અરિજીત સિંહે સાવ લાખ દર્શકોને ડોલાવ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. સમારોહ જોવા માટે લગભગ 1.15 લાખ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા છે.

New Update
IPL-2023 ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયા અને અરિજીત સિંહે સાવ લાખ દર્શકોને ડોલાવ્યા
Advertisment

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. સમારોહ જોવા માટે લગભગ 1.15 લાખ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા છે. મંદિરા બેદી આ શોને હોસ્ટ કરી રહી છે. અભિનેત્રી રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લી, નાટુ-નાટુ અને ધોલીડા જેવા ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રી તમન્ના ભાટિયાએ તુને મારી એન્ટ્રીયાં અને છોગાડા તારા જેવા ગીતો પર 5 મિનિટ સુધી ડાન્સ કર્યો હતો.

Advertisment

સમારોહની શરૂઆત અરિજીતના પરફોર્મન્સથી થઈ ઓપનિંગ સેરેમનીની શરૂઆત બોલિવૂડ સિંગર પરફોર્મન્સથી થઈ છે. તેણે કેસરિયા, લેહરા દો, અપના બના લે, ઝૂમે જો પઠાણ, ચડ્યા ઇશ્ક કા ભૂત અને શુભનલ્લાહ જેવા ગીતો પર પરફોર્મ કર્યું છે.

Latest Stories