આઈપીએલ 2023નું શિડ્યુલ જાહેર, 31 માર્ચથી IPL 2023નો રંગારંગ શુભારંભ થશે..!

New Update
આઈપીએલ 2023નું શિડ્યુલ જાહેર, 31 માર્ચથી IPL 2023નો રંગારંગ શુભારંભ થશે..!

તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2023 સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે, આગામી સિઝનના સમગ્ર શેડ્યૂલની જાહેરાત IPLની સત્તાવાર વેબસાઇટ પર કરી દેવામાં આવી છે. આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી થશે.આઈપીએમની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ વચ્ચે રમાશે. 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે. ત્રણ વર્ષ બાદ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે.

Advertisment

IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16મી સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. ટૂર્નામેન્ટની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રમાશે. જોકે, BCCIએ હજુ સુધી IPL 2023ની પ્લેઓફ મેચોની તારીખો જાહેર કરી નથી. ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે. જ્યારે ટાઇટલ માટેની મેચ 28 મેના રોજ રમાશે. આ દરમિયાન ચાહકોને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે.

IPL 2023ની પ્રથમ 5 મેચ

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, 31 માર્ચ

પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, 1 એપ્રિલ

લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલ

Advertisment

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, 2 એપ્રિલ

IPL 2023ના ગ્રુપ

ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ.

ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

Advertisment