Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2024નું શિડ્યુલ જાહેર,ટુર્નામેન્ટ 22 માર્ચથી થશે શરૂ,જાણો સંપૂણ વિગત

IPL 2024નું શિડ્યુલ જાહેર,ટુર્નામેન્ટ 22 માર્ચથી થશે શરૂ,જાણો સંપૂણ વિગત
X

IPL 2024નું શિડ્યુલ જાહેરકરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ બે તબક્કામાં રજૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું શિડ્યુલ હમણાં જ જાહેર કરવામાં આવ્યું છે.


આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો પછી જ ટુર્નામેન્ટની બાકીની મેચોનો સમયપત્રક જાહેર કરવામાં આવશે. હાલમાં માત્ર 7 એપ્રિલ સુધી રમાનારી મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.

IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે. એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટની શરૂઆત પોતાના હોમ ગ્રાઉન્ડથી કરશે. પ્રથમ 21 મેચમાં 2 ડબલ હેડર હશે.

Next Story