/connect-gujarat/media/media_files/2025/05/19/w0JQxIoqFO112TlFDBfE.jpg)
સાઈ સુદર્શન અને શુભમન ગિલ વચ્ચેની રેકોર્ડ ભાગીદારીની મદદથી ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું.
આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ પણ પ્લેઓફમાં પહોંચી ગયા છે. હવે ચોથા સ્થાન માટે લડાઈ ચાલુ છે.
રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ કેએલ રાહુલની સદીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત ઓવરોમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 205 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી.200 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે સારી શરૂઆત કરી જેમાં સાઈ સુદર્શન અને શુભમન ગિલે અંત સુધી લય જાળવી રાખી હતી. બંને વચ્ચે 205 રનની અણનમ ભાગીદારી થઈ હતી. આ કોઈપણ ઓપનિંગ જોડી દ્વારા ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ગિલ અને સુદર્શને IPL 2024માં 210 રનની ભાગીદારી કરી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે આ ગુજરાતનો બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે.