IPL 2025: આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

New Update
cricetet
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી હતી. આમાં, 9 જીત્યા અને 7 હાર્યા. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું હતું.

2022માં તેની પહેલી સીઝનમાં, ટીમે ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 7 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. GTએ 3 અને PBKSએ ફક્ત 2 જીત્યા. આ મેદાન પર બન્ને ટીમ બીજી વખત આમને-સામને થશે.પંજાબ પાસે શ્રેયસ અય્યરના રૂપમાં એક સ્થિર કેપ્ટન અને મિડલ ઓર્ડરનો બેટર છે. વાઢેરા, મેક્સવેલ, શશાંક, યાન્સેન અને શેડગે ફિનિશિંગને મજબૂત બનાવી રહ્યા છે. અર્શદીપ, ચહલ, હરપ્રીત બ્રાર, યશ ઠાકુર અને યાન્સેન પણ બોલિંગને મજબૂત બનાવી રહ્યા છે.
Advertisment
Advertisment
Latest Stories