IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સએ ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવ્યું

2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ IPL 2025માંથી બહાર થઈ ગઈ છે. તેને એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 રનથી હરાવી. આ સાથે મુંબઈએ ક્વોલિફાયર-2માં સ્થાન બનાવી લીધું

New Update
t20

2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ IPL 2025માંથી બહાર થઈ ગઈ છે. તેને એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 રનથી હરાવી. આ સાથે મુંબઈએ ક્વોલિફાયર-2માં સ્થાન બનાવી લીધું છે, જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સાથે થશે. આ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા. જવાબી ઇનિંગમાં ગુજરાત 20 ઓવરમાં 6 વિકેટે 208 રન જ બનાવી શકી. MI માટે ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહ, રિચર્ડ ગ્લીસન, મિચેલ સેન્ટનર અને અશ્વિની કુમારને એક-એક વિકેટ મળી. GT તરફથી સાઈ સુદર્શને 80 રનની લડાયક ઇનિંગ રમી. વૉશિંગ્ટન સુંદરે 48 રન બનાવ્યા.

MI તરફથી રોહિત શર્માએ 50 બોલમાં 81 રનની ઇનિંગ રમી. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. રોહિત ઉપરાંત, જોની બેરસ્ટોએ 47, સૂર્યકુમાર યાદવે 33, તિલક વર્માએ 25 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 22 રનની ઇનિંગ રમી. ગુજરાતના પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાઈ કિશોરને 2-2 વિકેટ મળી

Latest Stories