IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે મેળવી જીત, પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 63મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી. આ જીત સાથે મુંબઈ IPL 2025 ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ

New Update
DC vs MI: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું, કેપ્ટન રોહિતે 65 રન બનાવ્યા..!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 63મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી. આ જીત સાથે મુંબઈ IPL 2025 ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. દિલ્હીની સફર હવે સમાપ્ત થઈ ગઈ છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 63મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ ને હરાવીને પ્લેઓફ ટિકિટ કન્ફર્મ કરી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અક્ષર આ મેચમાં રમી રહ્યો ન હતો. તેમની જગ્યાએ ફાફ ડુ પ્લેસિસ કેપ્ટનશીપ કરી રહ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ સૂર્યાની 73 રનની તોફાની ઇનિંગ્સના આધારે દિલ્હીને 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હી ફક્ત 121 રન જ બનાવી શક્યું. બુમરાહ અને સેન્ટનરે શાનદાર બોલિંગ કરી. જેના આધારે મુંબઈએ આ મેચ 59 રનથી જીતી લીધી.

181 રનના ટાર્ગેટના જવાબમાં દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બીજી જ ઓવરમાં દીપક ચહરે કેપ્ટન ફાફને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ફાફ ફક્ત 6 રન કરી શક્યા. આ પછી ત્રીજી ઓવરમાં બોલ્ટે કેએલ રાહુલને પણ આઉટ કર્યો. ત્યારબાદ અભિષેક પોરેલ પણ સારું પ્રદર્શન કરી શક્યો નહીં અને તેને વિલ જેક્સે આઉટ કર્યો. આ પછી સેન્ટનરે વિપ્રરાજને આઉટ કર્યો અને 10મી ઓવરમાં દિલ્હીને 5મો ઝટકો લાગ્યો જ્યારે સ્ટબ્સને બુમરાહએ આઉટ કર્યો. આ પછી સમીર રિઝવી અને આશુતોષ વચ્ચે સારી ભાગીદારી વિકસી રહી હતી પરંતુ 15મી ઓવરમાં સેન્ટનરે તેને પણ આઉટ કર્યો. સમીરે પણ 39 રન કર્યા. આ જ ઓવરમાં સેન્ટનરે આશુતોષને પેવેલિયન મોકલીને મુંબઈનો દાવો મજબૂત બનાવ્યો. આ પછી બુમરાહે 16મી ઓવરમાં માધવને પણ આઉટ કરીને દિલ્હીને 8મો ઝટકો આપ્યો. આ પછી 18મી ઓવરમાં કર્ણ શર્માએ દિલ્હીને 9મો ઝટકો આપ્યો અને કુલદીપને આઉટ કર્યો. કુલદીપે ફક્ત 7 રન કર્યા.

Latest Stories