IPL 2025: વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, IPLના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યો

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઇતિહાસમાં

New Update
hunder

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

Advertisment

સૂર્યવંશી (14 વર્ષ 32 દિવસ) એ મનીષ પાંડે (19 વર્ષ 253 દિવસ), ઋષભ પંત (20 વર્ષ 218 દિવસ) અને દેવદત્ત પડ્ડિકલ (20 વર્ષ 289 દિવસ) ને પાછળ છોડીને રેકોર્ડ તોડ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેઇલ પછી આ ટુર્નામેન્ટની બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. ગેઇલે 30 બોલમાં સદી ફટકારી હતી. તે સિવાય કોઇ પણ ભારતીય ખેલાડી દ્ધારા ફટકારવામાં આવેલી આ સૌથી ઝડપી સદી હતી. અગાઉ આ રેકોર્ડ યુસુફ પઠાણના નામે હતો જેણે 37 બોલમાં સદી ફટકારી હતી.

ગુજરાત સામે 210 રનનો પીછો કરતા સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરી હતી. તેણે અનુભવી ઇશાંત શર્માની ઓવરમાં ત્રણ છગ્ગા, બે ચોગ્ગા અને કેટલાક વધારાના રનની મદદથી 28 રન કર્યા હતા. તે સિવાય ગુજરાતના બોલર કરીમ જનાતની ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ વૈભવને 101 રન પર બોલ્ડ કર્યો હતો. વૈભવ આઈપીએલમાં રમનાર સૌથી યુવા ખેલાડી પણ છે. ગયા વર્ષે વૈભવ આઈપીએલ હરાજીમાં ખરીદાયેલો સૌથી યુવા ખેલાડી બન્યો હતો જ્યારે તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 1.1 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. 2024ની સીઝનમાં તેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું હતું.

Advertisment