Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: રોમાંચક મેચમાં પંજાબ સામે હોમગ્રાઉન્ડ પર ગુજરાત હાર્યું, શશાંકસિંહની તોફાની બેટીંગ

IPL: રોમાંચક મેચમાં પંજાબ સામે હોમગ્રાઉન્ડ પર ગુજરાત હાર્યું, શશાંકસિંહની તોફાની બેટીંગ
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)ની 17મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. સતત બે હાર બાદ પંજાબની આ પ્રથમ જીત છે. તો ગુજરાતને આ સિઝનમાં પોતાના હોમગ્રાઉન્ડ પર પહેલીવાર હાર મળી છે.ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શશાંક સિંહે 29 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે IPLમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી છે. આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા. નૂર અહેમદને બે વિકેટ મળી હતી.

GTના કેપ્ટન શુભમન ગિલે 48 બોલમાં 89 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. સાઈ સુદર્શન 33 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબ તરફથી કાગીસો રબાડાએ બે વિકેટ ઝડપી હતી. હરપ્રીત બ્રાર અને હર્ષલ પટેલને એક-એક વિકેટ મળી હતી.

Next Story