Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: લખનઉ સુપર જાયન્ટસે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું, માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી 210 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે IPL-2024માં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. LSGની આ સિઝનની પાંચમી જીત છે.

IPL: લખનઉ સુપર જાયન્ટસે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું, માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી 210 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
X

માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે IPL-2024માં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. LSGની આ સિઝનની પાંચમી જીત છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે.મંગળવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. લખનઉએ 211 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 4 વિકેટે ચેઝ કરી લીધો હતો.માર્કસ સ્ટોઇનિસે 63 બોલમાં અણનમ 124 રનની સદી ફટકારી હતી. તેણે 13 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને 15 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. મથિશ પથિરાનાને બે વિકેટ મળી હતી.CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ દુબેએ 27 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. મેટ હેનરી અને મોહસીન ખાનને એક-એક વિકેટ મળી હતી.

Next Story