5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. 17મી સિઝનમાં ટીમને રાજસ્થાન રોયલ્સે તેના જ હોમ ગ્રાઉન્ડ પર 6 વિકેટે પરાજય આપ્યો હતો.
આ સિઝનમાં રાજસ્થાનની સતત ત્રીજી જીત હતી.સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી તિલક વર્માએ 32 અને હાર્દિક પંડ્યાએ 34 રન બનાવ્યા હતા.રાજસ્થાને 126 રનનો ટાર્ગેટ 15.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી રિયાન પરાગે ફિફ્ટી ફટકારી હતી, તે 54 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી આકાશ મધવાલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.