/connect-gujarat/media/post_banners/d17832ab9865344d5ae674540c037d28b94eeade4440f8426f5915beece26656.webp)
IPL-2024માં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતની ટીમ ચાલુ સિઝનની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. બીજી તરફ કોલકાતાનું ટોપ-2માં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે.
અમદાવાદમાં સોમવારે સાંજથી રાત સુધી વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે ચર્ચા કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમને એક એક પોઇન્ટ મળ્યો હતો.આ મેચમાંથી એક પોઈન્ટ સાથે KKR 19 પોઈન્ટ પર પહોંચી ગઈ છે, જ્યારે ગુજરાતના માત્ર 11 પોઈન્ટ છે અને ટીમ 16મી મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત્યા બાદ પણ માત્ર 13 પોઈન્ટ સુધી પહોંચી શકી છે. જે ક્વોલિફિકેશન માટે પૂરતું નથી. બીજી તરફ કોલકાતાએ ટોપ-2માં રહેવાની પુષ્ટિ કરી છે. કારણ કે પોઈન્ટ ટેબલમાં કોઈપણ બે ટીમ હવે 19 કે તેથી વધુ પોઈન્ટ મેળવી શકશે નહીં. અત્યારે રાજસ્થાન પાસે 20 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે.