New Update
/connect-gujarat/media/post_banners/027a563d4be09dfba8d68c1e1039e73175c2152b45613d51c281f87a97332019.webp)
રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાંચમી જીત મેળવી છે. ટીમે મુલ્લાનપુરમાં હોમ ટીમ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું.
લો સ્કોરવાળી મેચની છેલ્લી 3 ઓવરમાં 34 રન બનાવીને RR જીત્યું હતું. પ્રથમ દાવમાં ટીમ તરફથી આવેશ ખાન અને કેશવ મહારાજે 2-2 વિકેટ લીધી હતી.શનિવારે રાજસ્થાને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલી બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. આશુતોષ શર્માએ 31 રન બનાવ્યા હતા. રાજસ્થાને 148 રનનો ટાર્ગેટ 20મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. પંજાબ તરફથી સેમ કરન અને કાગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી હતી