BCCI એ વાર્ષિક કેન્દ્રીય કરારની કરી જાહેરાત, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર લિસ્ટ માંથી થયા બહાર

New Update
BCCI એ વાર્ષિક કેન્દ્રીય કરારની કરી જાહેરાત, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર લિસ્ટ માંથી થયા બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તો બીજી તરફ આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

A+ ગ્રેડ

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A

આર અશ્વિન, મો. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ B

સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ C

રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર.

તમને જણાવી દઈએ કે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે. A+ શ્રેણીને રૂ. 7 કરોડ, Aને રૂ. 5, Bને રૂ. 3 અને સૌથી ઓછી C શ્રેણીને વાર્ષિક રૂ. 1 કરોડ મળે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો છે. A+ માં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે

Latest Stories