ભારતના પ્રવાસ પહેલા પૂર્વ ઓલરાઉન્ડર જેકબ ઓરમની ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે શેન જર્ગેનસેનની જગ્યા લેશે, જેમણ નવેમ્બર 2023માં રાજીનામું આપી દીધું હતું. ઓરમ 7 ઓક્ટોબરે સત્તાવાર રીતે જોડાશે.કિવી ટીમે 16 ઓક્ટોબરથી ભારત સામે 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.
શ્રેણી દરમિયાન, ઓરમને બેન સીઅર્સ અને વિલ ઓ'રર્કે જેવા નવા ચહેરાઓ સાથે કામ કરવું પડશે.ઓરમે કહ્યું- 'આશા છે કે હું નવા બોલરોને ઈન્ટરનેશનલ લેવલ માટે તૈયાર કરી શકીશ.' આ પછી પણ તે કિવી ટીમ સાથે જોડાયેલો રહેશે, કારણ કે તેને કાયમ માટે બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.ઓરામ પાસે 10 વર્ષનો કોચિંગનો અનુભવ છે. તેણે 2014માં ન્યૂઝીલેન્ડ A ટીમના બોલિંગ કોચ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તે કોચ તરીકે કામ કરી રહ્યો છે.