જય શાહે કરી મોટી જાહેરાત, આ ખેલાડી બન્યો ટીમ ઈન્ડિયાનો હેડ કોચ

સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની જાહેરાત કરી

New Update
ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની જાહેરાત કરી છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં 25માં હેડ કોચ બનવા જઈ રહ્યો છે. રાહુલ દ્રવિડે ટી20 વર્લ્ડ કપ 2024 બાદ મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. હવે ગંભીર જુલાઇના અંતમાં શ્રીલંકા સામે શરૂ થનારી શ્રેણીમાં નવા કોચ તરીકે ભારતીય ટીમ સાથે જોડાશે. હાલમાં, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર વચગાળાના મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.

X દ્વારા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત કરતા, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું - મને એ જાહેરાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે ગૌતમ ગંભીર હવે ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ હશે. આધુનિક ક્રિકેટમાં ખૂબ જ ઝડપથી સુધારો થયો છે અને ગૌતમ ગંભીરે આ પરિવર્તનને ખૂબ નજીકથી અનુભવ્યું છે. કારકિર્દીમાં તેને જે પણ જવાબદારી મળી છે, તે તેમાં શ્રેષ્ઠ સાબિત થયો છે. મને વિશ્વાસ છે કે ગૌતમ ગંભીર એ વ્યક્તિ છે જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જશે. ટીમ ઈન્ડિયા માટે તેનું વિઝન સ્પષ્ટ છે અને તેની સાથેનો તેનો અનુભવ તેને કોચ પદ માટે આદર્શ વ્યક્તિ બનાવે છે. બીસીસીઆઈ ગંભીરને તેની નવી સફરમાં સંપૂર્ણ સહયોગ આપશે.

Latest Stories