ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ICC ટેસ્ટ રેન્કિંગમાં 12મા નંબર પર પહોંચી ગયો છે. સાથે જ જો રૂટ ત્રીજા નંબર પર આવી ગયો છે. બોલિંગ રેન્કિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટોપ પર યથાવત છે.બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં ભારતનો માત્ર એક બેટર સામેલ છે. વિરાટ કોહલીને 2 સ્થાનનું નુકસાન થયું છે, તે 9માં સ્થાને સરકી ગયો છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ટોપ પર છે.લેફ્ટી ઓપનર યશસ્વી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 12મા સ્થાને પહોંચી ગયો છે. યશસ્વીએ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જે એક સ્થાન નીચે 13મા ક્રમે આવી ગયો છે. યશસ્વીએ પાંચ મેચની શ્રેણીની પ્રથમ ચાર ટેસ્ટમાં 655 રન બનાવ્યા છે. આ રીતે, તે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે.
ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા પ્રથમ અને અશ્વિન બીજા સ્થાને છે. અક્ષર પટેલ પાંચમા નંબરે છે. આ રીતે ટોપ-5 ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં 3 ભારતીયોનો સમાવેશ થાય છે.
ઓલરાઉન્ડરોમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ત્રીજા નંબરે અને ઇંગ્લેન્ડનો જો રૂટ ચોથા નંબરે છે. કેપ્ટન બેન સ્ટોક્સ ત્રણ સ્થાન નીચે સાતમા સ્થાને આવી ગયો છે.