/connect-gujarat/media/post_banners/9b3361ef2ca6279e42c9090c5c627000ccb1ac4c5b658dfecf6a261128aa45e8.webp)
જસપ્રિત બુમરાહે ODI વર્લ્ડ કપ 2023માં એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી, જે ટૂર્નામેન્ટના 48 વર્ષના ઈતિહાસમાં કોઈ ભારતીય બોલર કરી શક્યો ન હતો. વાસ્તવમાં, જસપ્રીત બુમરાહે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી, જેની સાથે બુમરાહ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો.
બુમરાહે શ્રીલંકાના પથુમ નિસાન્કાને પ્રથમ બોલ પર એલબીડબલ્યુ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બુમરાહે મિડલ સ્ટમ્પની લાઇન પર બોલ ફેંક્યો, જે ઓફ સ્ટમ્પ પરથી સ્વિંગ થયો અને નિસાન્કાના પેડ પર અથડાયો. અમ્પાયરે આંગળી ઊંચી કરીને તેને આઉટ જાહેર કર્યો. પરંતુ નિસાન્કાએ રિવ્યુ લીધો, જેનાથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું કે તે આઉટ છે.