જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો

એક તરફ ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે તો બીજી તરફ જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે.

New Update
bhumrha

એક તરફ ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે તો બીજી તરફ જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીરિઝની ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 9 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર સંયુક્ત રીતે પ્રથમ ભારતીય બની ગયો છે.

ગાબા ટેસ્ટમાં 94 રનમાં 9 વિકેટ લઈને તેણે તેના રેટિંગ પોઈન્ટ્સમાં 14 પોઈન્ટનો ઉમેરો કર્યો અને હવે તેના 904 રેટિંગ પોઈન્ટ્સ છે. અગાઉ તાજેતરમાં નિવૃત્ત થયેલા રવિચંદ્રન અશ્વિને ડિસેમ્બર 2016માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી ચોથી ટેસ્ટ બાદ આટલા જ પોઈન્ટ હાંસલ કર્યા હતા. બુમરાહે સીરિઝમાં અત્યાર સુધી 21 વિકેટ લીધી છે, જેના કારણે તેને બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને 48 રેટિંગ પોઈન્ટ્સ વધારવામાં પહોંચાડવામાં મદદ મળી છે. કગિસો રબાડા (856) અને જોશ હેઝલવુડ (852) બીજા અને ત્રીજા સ્થાને છે.

Latest Stories