પેરિસ પેરાલિમ્પિક્સ 2024 પેરા-જૂડો ઈવેન્ટમાં કપિલ પરમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

Featured | સ્પોર્ટ્સ | સમાચાર , પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં 8માં દિવસે પેરા-જૂડો ઈવેન્ટમાં 25મો મેડલ આવ્યો.

New Update
judo

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં 8માં દિવસે પેરા-જૂડો ઈવેન્ટમાં 25મો મેડલ આવ્યો. ભારતીય પેરા એથ્લેટ કપિલ પરમારે પુરુષોની પેરા-જુડો 60 કિગ્રા વર્ગની સ્પર્ધામાં બ્રાઝિલના પેરા એથ્લેટ એલિલ્ટન ઓલિવિરાને 10-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મધ્યપ્રદેશના 24 વર્ષીય કપિલ પરમારે પ-ડે-માર્સ એરિનામાં આ મેચ જીતી હતી.

કપિલે આ બ્રોન્ઝ મેડલ પુરુષોની 60 કિગ્રા જે1 કેટેગરીમાં જીત્યો છે. નાનપણમાં ઈલેક્ટ્રીક શોકને કારણે કપિલની આંખોની રોશની ધીમે ધીમે બગડવા લાગી હતી, જેની અસર તેના જીવન પર હજુ પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, અત્યંત નબળી દ્રષ્ટિ હોવા છતાં, કપિલે પોતાને પેરાલિમ્પિક્સ માટે તૈયાર કરી અને આજે આ ઐતિહાસિક સફળતા તેના ચરણોમાં આવી છે

Latest Stories