રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા દિનેશ કાર્તિકને નવો બેટિંગ કોચ તરીકે કરાયો નિયુક્ત

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દિનેશ કાર્તિકની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તે કોચિંગ સ્ટાફમાં જોડાઈ ગયો છે.

New Update
DSC

દિનેશ કાર્તિકની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તે કોચિંગ સ્ટાફમાં જોડાઈ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા કાર્તિકને નવો બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કાર્તિકે હાલમાં જ ભારતની તેની ઓલ ટાઈમ પ્લેઈંગ 11ની પસંદગી કરી છે. આમાં તેણે અનુભવી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપ્યું નથી. તેની સાથે અન્ય દિગ્ગજ ખેલાડીઓ પણ આ યાદીમાંથી ગાયબ છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને કાર્તિકના પ્લેઇંગ 11માં સામેલ છે.

કાર્તિક તાજેતરમાં ક્રિકબઝ પર પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે તેની સર્વકાલીન પ્લેઈંગ ઈલેવન જાહેર કરી અને દરેક ફોર્મેટને જોડીને આ પ્લેઈંગ ઈલેવન બનાવી. કાર્તિકે ઓપનિંગ માટે વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માની પસંદગી કરી હતી. સેહવાગ ભારતનો દિગ્ગજ ખેલાડી રહ્યો છે. રોહિત કેપ્ટન અને ખેલાડી તરીકે પણ સફળ રહ્યો છે. કાર્તિકે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને અનુભવી ખેલાડી રાહુલ દ્રવિડને નંબર 3 માટે પસંદ કર્યો છે.

Latest Stories