/connect-gujarat/media/media_files/2025/04/23/JNyZz2hvagx5LTidUhB7.jpg)
KL Rahul Fastest to 5000 IPL Runs: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કેએલ રાહુલ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 5000 રન ફટકારનાર ખેલાડી બન્યો છે.
તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જેમાં તેણે 57 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ બાબતમાં તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે, જેમણે 135 ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા હતા, જ્યારે રાહુલે 130 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા કેએલ રાહુલે 129 ઇનિંગ્સમાં 4949 રન બનાવ્યા હતા. લખનઉ સામેની મેચમાં 51 રન બનાવીને તેણે આઈપીએલમાં 5 હજાર રનનો આંકડો પાર કર્યો છે. તેણે હવે તેની 139 મેચની IPL કારકિર્દીમાં 5006 રન ફટકાર્યા હતા જેમાં ચાર સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે.
IPLમાં સૌથી ઝડપી 5,000 રન
IPLમાં KL રાહુલે 130 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 5 હજાર રન પૂરા કર્યા છે. આ યાદીમાં ડેવિડ વોર્નર બીજા સ્થાને છે, જેમણે 135 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે તેણે 157 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં એબી ડી વિલિયર્સ અને શિખર ધવનના નામ પણ સામેલ છે.
કેએલ રાહુલ - 130 ઇનિંગ્સ
ડેવિડ વોર્નર - 135 ઇનિંગ્સ
વિરાટ કોહલી - 157 ઇનિંગ્સ
એબી ડી વિલિયર્સ - 161 ઇનિંગ્સ
શિખર ધવન - 168 ઇનિંગ્સ