Connect Gujarat
સ્પોર્ટ્સ

શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચમાં કોલકાતાનો રોમાંચક વિજય બેંગલુરુએ 222ના જવાબમાં 221 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા

શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચમાં કોલકાતાનો રોમાંચક વિજય બેંગલુરુએ 222ના જવાબમાં 221 રન બનાવ્યા
X

IPL 2024ની 36મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 1 રનથી હરાવ્યું. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગયું છે. બેંગલુરુને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. મિચેલ સ્ટાર્કની આ ઓવરમાં કર્ણ શર્માએ ચાર બોલમાં ત્રણ છગ્ગા ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ, તે ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. આ સમયે RCBને જીતવા માટે 2 બોલમાં 3 રનની જરૂર હતી. અને છેલ્લા બોલે બે રન લેવામાં લોકી ફર્ગ્યુસન રનઆઉટ થયો હતો.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે દિવસની પ્રથમ મેચમાં બેંગલુરુએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલુરુ 20 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેના સિવાય ફિલ સોલ્ટે 48 રનની ઇનિંગ રમી હતી.

Next Story