પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુટ્યુબ પર સૌથી ઝડપી 10 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.રોનાલ્ડોએ બુધવારે તેની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી હતી. ચેનલે એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં 13 મિલિયન (1.3 કરોડ)થી વધુ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. આ પણ એક રેકોર્ડ છે.
અગાઉ, એક દિવસમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબરનો રેકોર્ડ હેમ્સ્ટર કોમ્બેટ ચેનલના નામે હતો.39 વર્ષીય પોર્ટુગીઝ ફૂટબોલરે બુધવાર, 21 ઓગસ્ટના રોજ તેની યુ-ટ્યુબ ચેનલ UR · Cristiano લોન્ચ કરી. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, 'પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. મારી યુટ્યુબ ચેનલ આખરે રિલીઝ થઈ છે! મારી આ નવી સફરમાં જોડાઓ. YouTube 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલોને ગોલ્ડ બટન મોકલે છે. રોનાલ્ડોની ચેનલે માત્ર 90 મિનિટમાં આ આંકડો પાર કરી લીધો હતો. યુટ્યુબે પણ 6 કલાકની અંદર ગોલ્ડ બટન તેના ઘરે મોકલી દીધું.