/connect-gujarat/media/post_banners/e88407d38b04ed638949432410452b2f63ca20640a9f14e6511f758c58539343.webp)
મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024માં પોતાની બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. 42 વર્ષની ઉંમરમાં પણ ધોની જે રીતે લાંબી સિક્સર ફટકારી રહ્યો છે તેનાથી બોલરો પણ અચંબામાં છે. આ સિઝનમાં અત્યાર સુધી તેણે 255ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. જો કે, અત્યાર સુધી ધોની માત્ર ડેથ ઓવરોમાં બેટિંગ કરવા આવ્યો હતો અને માત્ર 34 બોલ જ રમી શક્યો હતો, પરંતુ તેની તોફાની બેટિંગ જોઈને હવે ફેન્સ ઈચ્છે છે કે તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વધુને વધુ બોલ રમે. પરંતુ તેમના માટે એક ખરાબ સમાચાર છે. કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને તેના ફેન્સ દુખી થઈ શકે છે.ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે ગયા વર્ષે ધોનીના ઘૂંટણમાં સમસ્યા હતી, જેના પછી સર્જરી કરવી પડી હતી. ધોની હજુ પણ આ ઈજામાંથી બહાર આવી રહ્યો છે. તેણે આ બધી વાતો લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ બાદ કહી.ફ્લેમિંગે વધુમાં કહ્યું હતું કે ટીમને તેની સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જરૂર છે અને બેટિંગમાં તેનો સમાવેશ ઈજાનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં ધોની ડેથ ઓવરોમાં કેમિયો રોલ નિભાવવાનું ચાલુ રાખશે. આનાથી એક વાત ચોક્કસ છે કે જો તે આ રીતે ફિટ રહેશે તો છેલ્લી 2-3 ઓવરમાં તે બધાનું મનોરંજન કરતો રહેશે, જે તેના ચાહકો માટે રાહતની વાત છે.