મોહમ્મદ શમી કોરોના સંક્રમિત, ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર

મોહમ્મદ શમી કોરોના સંક્રમિત થઈ ગયો છે. તે મંગળવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

મોહમ્મદ શમી કોરોના સંક્રમિત, ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર
New Update

મોહમ્મદ શમી કોરોના સંક્રમિત થઈ ગયો છે. તે મંગળવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ટીમમાં તેના સ્થાને વરિષ્ઠ ઝડપી બોલર ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવશે. ઉમેશ યાદવે તેની છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે શમીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. નેગેટિવ રિપોર્ટ આવે ત્યાં સુધી તે આઈસોલેશનમાં રહેશે. શમી દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં વાપસી કરશે.

#India #Connect Gujarat #BeyondJustNews #Corona Virus #Cricket Match #cricketer #Mohammad Shami #Tested Positive Covid
Here are a few more articles:
Read the Next Article