ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પાંચ વખત ખિતાબ જીતનાર એમએસ ધોની T20 ક્રિકેટમાં વિકેટ પાછળ 300 વિકેટ લેનારો પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
બેટિંગની સાથે સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વભરમાં વિકેટકીપિંગમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉનો કેચ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.MS ધોની આ ફોર્મેટમાં 300 વિકેટ ઝડપનાર એકમાત્ર કીપર છે. ધોની બાદ આ લિસ્ટમાં દિનેશ કાર્તિક અને કામરાન અકમલ છે, જેમણે 274 વિકેટ લીધી છે. ક્વિન્ટન ડી કોક પાસે 270 અને જોસ બટલરને 209 કેચ છે.