MS ધોનીએ વર્ષો પછી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો પોસ્ટ, લખ્યું- કંઈક નવું શીખીને આનંદ થયો..

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લગભગ બે વર્ષ પછી 8 ફેબ્રુઆરી 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.

New Update
MS ધોનીએ વર્ષો પછી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો પોસ્ટ, લખ્યું- કંઈક નવું શીખીને આનંદ થયો..

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લગભગ બે વર્ષ પછી 8 ફેબ્રુઆરી 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. ધોનીની આ પોસ્ટ એક વીડિયો છે. વીડિયોમાં એમએસ ધોની ટ્રેક્ટર ચલાવતો અને ખેતર ખેડતો જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, 'કંઈક નવું શીખવું સારું હતું, પરંતુ કામ પૂરું કરવામાં ઘણો સમય લાગ્યો.'

મહેન્દ્ર સિંહ ધોનીની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. લગભગ 6 કલાકની અંદર મહેન્દ્ર સિંહ ધોનીની પોસ્ટને 11.6 મિલિયન (લગભગ એક કરોડ 16 લાખ) વખત જોવામાં આવી હતી. આટલું જ નહીં તેના પર 29 લાખ લાઈક્સ અને 62 હજારથી વધુ કમેન્ટ આવી હતી. ટિપ્પણી કરનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેના સાથી ખેલાડીઓ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

રવિન્દ્ર જાડેજાએ લખ્યું, 'કોઈ નંબર પ્લેટ નથી.' આ પછી, ભારતીય ઓલરાઉન્ડર જાડેજાએ પણ હસતું ઇમોજી પોસ્ટ કર્યું. રવિન્દ્ર જાડેજાની આ કોમેન્ટ પણ વાયરલ થઈ છે. આના પર 550 થી વધુ કમેન્ટ આવી છે.

Latest Stories