/connect-gujarat/media/media_files/2025/01/15/c0Pb1TLLyl772x5VBBLp.jpg)
નર્મદા જિલ્લાની ગોલ્ડન ગર્લ, ફલક વસાવાએ એકવાર ફરીથી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિકમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. ફલકની આ સિદ્ધિ એક પ્રેરણારૂપ ઉદાહરણ છે,જેમાં દૃઢ સંકલ્પ અને મહેનતના સળંગ પરિણામે ફલક સિદ્ધિઓના નવા શિખરો સર કરી રહી છે. વર્ષ ૨૦૨૪માં સુરત ખાતે યોજાયેલી ટ્રેમ્પોલીસ્ટીક નેશનલ ચેમ્પિયનશિપમાં સબ જુનિયર ગ્રુપમાં ફલકે વ્યક્તિગત સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
ફલક વસાવાએ અગાઉ પણ અનેક મેડલ અને પુરસ્કારો પોતાના નામે કર્યા છે,જે નર્મદા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. નોંધનીય છે કે,ફેબ્રુઆરી ૨૦૨૫ કોલકાતા ખાતે યોજાનારી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા રમત સ્પર્ધામાં નર્મદા જિલ્લાના ત્રણ રમતવીરો પોતાની પ્રતિભાનો પરિચય આપશે. ફલક વસાવા અંડર ૧૭માં આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક, નમ્રતા વસાવા અન્ડર ૧૭માં રીધમિક જીમ્નાસ્ટિક અને ચાંદની વસાવા અંડર ૧૯ ગ્રુપમાં રીધમિક જીમ્નાસ્ટિકમાં હિસ્સો લેશે.
નર્મદા જિલ્લાને ગૌરવ આપતી દીકરીઓની મહેનત અને અસીમ ઉત્સાહના પરિપ્રેક્ષ્યમાં જિલ્લાના અન્ય રમતવીરો અને નવયુવાનોને આગળ વધવાની પ્રેરણા આપે છે. આગામી યોજનારી આજ સ્પર્ધામાં ફલક વસાવાની રમત સ્પર્ધામાં ભાગ લેનારી નર્મદા જિલ્લાની અન્ય દીકરીઓ પણ સારું પ્રદર્શન કરે અને મેડલ હાંસલ કરે તે માટે નર્મદા જિલ્લા રમત વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર શુભકામનાઓ પાઠવે છે.