નીરજ ચોપડાને ભારતીય સેનામાં મળી મોટી જવાબદારી, ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદની સોંપાઈ જબાવદારી

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાને ભારતીય સેનામાં મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે.

New Update
'ગોલ્ડન બોય' નીરજ ચોપરાએ ફરી એકવાર રચ્યો ઈતિહાસ, 87.66 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાને ભારતીય સેનામાં મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે.

નીરજ ચોપડા વિશ્વના શ્રેષ્ઠ ભાલા ફેંકનારાઓમાંના એક છે. નીરજે ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે ભાલા ફેંકમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે. હવે તેમને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો છે.

નીરજ ચોપડા લેફ્ટનન્ટ કર્નલ બન્યા 

નીરજ ચોપડાનો સમાવેશ ભારતના ટેરિટોરિયલ આર્મી રેગ્યુલેશન્સ, ૧૯૪૮ ના પેરા-૩૧ હેઠળ કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપ્યો છે. આ પહેલા નીરજ રાજપૂતાના રાઈફલ્સમાં સુબેદાર તરીકે પોસ્ટેડ હતા. નીરજ 2016 માં નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા.

નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તે દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ બન્યો. નીરજે પોતાના બીજા પ્રયાસમાં ૮૭.૫૮ મીટરના અંતર સાથે પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો.

Latest Stories