New Update
/connect-gujarat/media/post_banners/2dfd507148a20f55834a70dd97be9c0a98ce6f4d9a65fd282a85ab845ab39945.webp)
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું. કિવી ટીમે મજબૂત બોલિંગ બાદ શાનદાર બેટિંગ કરી હતી.
લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ બાદ કેન વિલિયમસને અણનમ 78 અને ડેરીલ મિશેલે અણનમ 89 રન ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની આ ત્રીજી જીત છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમે 42.5 ઓવરમાં આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો.