New Update
ન્યીઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે મહિલા T-20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વ્હાઇટ ફર્ન્સે સોશિયલ મીડિયા પર બે સુપરફેન્સ દ્વારા ટીમની પસંદગી કરી હતી. તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં બંને ફેન્સ કાર્ડની મદદથી ટીમ પસંદ કરી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રમુખ લેસ્લી મર્ડોકે સૌપ્રથમ ટીમની જાહેરાત કરી હતી.આ પહેલીવાર નથી જ્યારે પ્રશંસકોએ ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત કરી હોય. આ પહેલાં મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટેની ટીમ બાળકોએ પસંદ કરી હતી. મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી UAEમાં રમાશે.
ન્યુઝીલેન્ડની ટીમ
સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇઝી ગેજ, મેડી ગ્રીન, બ્રુક્સ હેલીડે, ફ્રેન જોનાસ, લેહ કાસ્પારેક, જેસ કેર, એમેલિયા કેર, રોઝમેરી મેયર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હેન્ના રો, લેહ તાહુહુ.
Latest Stories