Connect Gujarat
સ્પોર્ટ્સ

અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવી વનડે વર્લ્ડ કપની ટ્રોફી, 12 હજાર ફૂટની ઊંચાઈ પર કરાયું લોન્ચિંગ

બોર્ડ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરી એક વીડિયો શેર કર્યો, જેમાં વર્લ્ડ કપ ટ્રોફીને સ્પેસમાં મોકલવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું.

અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવી વનડે વર્લ્ડ કપની ટ્રોફી, 12 હજાર ફૂટની ઊંચાઈ પર કરાયું લોન્ચિંગ
X

ભારતની યજમાનીમાં પ્રથમ વખત આયોજિત થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે ટ્રોફીને અંતરિક્ષમાં લોન્ચ કરી હતી. આ સાથે ટ્રોફીની વર્લ્ડ ટૂર પણ જાહેર કરવામાં આવી હતી. આ ટ્રોફી 27 જૂનથી શરૂ થનારી વર્લ્ડ ટૂર અંતર્ગત 18 દેશોની યાત્રા કર્યા બાદ ભારત પરત આવશે. આ પ્રવાસ 4 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ભારતમાં આ વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ બીસીસીઆઈ દ્વારા અનોખા અંદાજમાં કરવામાં આવ્યું.

બોર્ડ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરી એક વીડિયો શેર કર્યો, જેમાં વર્લ્ડ કપ ટ્રોફીને સ્પેસમાં મોકલવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું. આ ટ્રોફી અવકાશની સફર બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લેન્ડ કરાવવામાં આવી હતી. વીડિયોમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે પ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્પેસમાં મોકલવામાં આવી અને ત્યાં તેનું અનાવરણ કરવામાં આવ્યું. આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમની ભવ્ય અંદાજમાં મુંબઈ ખાતે આજે જાહેરાત કરવામાં આવશે.

ICCએ અમેરિકાની ખાનગી સ્પેસ એજન્સી 'સેન્ટ ઈન્ટો સ્પેસ'ની મદદથી બલૂનની મદદથી ટ્રોફીને અંતરિક્ષમાં મોકલી હતી. પૃથ્વીની સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી સ્ટ્રેટોસ્ફિયરમાં ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. સ્ટ્રેટોસ્ફિયર એ પૃથ્વીના વાતાવરણનું બીજું સ્તર છે, જે ટ્રોપોસ્ફિયરની ઉપર અને મેસોસ્ફિયરની નીચે સ્થિત છે. અહીં 4K કેમેરાની મદદથી કેપ્ચર કરાયેલા કેટલાક અદ્ભુત વીડિયો શૉટ્સ છે, જે ICC દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

Next Story